Skip to main content
Settings Settings for Dark

પાણી બચાવો : રાજ્યભરમાં સુજલામ સુફલામ અભિયાનની શરૂઆત

Live TV

X
  • ગુજરાત સ્થાપના દિવસે એટલે કે, આગામી ૧ મે થી 30 મે આમ એક માસ સુધી યોજાશે રાજ્યભરમાં સુજલામ્ સુફલામ્ જળ સંચય અભિયાન જેની જાહેરાત ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે.

    આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ જળસંચય માટે દીર્ઘદ્રષ્ટિ રાખીને જે મુહીમ ચલાવી હતી. તેના સુફળ હવે પ્રાપ્ત થઇ રહ્યા છે. આ જ જળસંચય વિચારધારાને વધુ મજબુત બનાવવા રાજ્યભરમાં સુજલામ સુફલામ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. 

    વધુમાં તેમણે ઉમેર્યું કે, વર્ષ ર૦૦૧ થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યભરમાં જળસંચય, જળવિતરણ અને જળસંગ્રહ માટે જનભાગીદારી થકી ચેકડેમ, તળાવોનું ખોદકામ, કેનાલોનું સફાઇકામ, ખેત તલાવડી નિર્માણનું જે ભગીરથ અભિયાન ઉપાડયું હતું, તેના પરિણામે આજે ગુજરાતમાં અદ્દભૂત જળક્રાંતિનું નિર્માણ થયું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply