બારડોલી ખાતે આધુનિક નગરપાલિકા ભવનનું ઉદ્દઘાટન કરાયું
Live TV
-
સુરત જિલ્લાના બારડોલી ખાતે 5 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત પાલિકાભવન શરૂ કરવામાં આવ્યું છે.
સુરત જિલ્લાના બારડોલી ખાતે 5 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત પાલિકાભવન શરૂ કરવામાં આવ્યું છે. પાલિકાભવનનું રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઇશ્વર પરમારના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું. વહીવટી કામની સરળતા અને નગરજનોની સુખાકારી માટે પાલિકાએ નવા ભવનનું નિર્માણ કર્યું છે.
આધુનિક ભવનની સાથે આ પાલિકા રાજ્યની એવી નગરપાલિકા બની કે જ્યાં શાસકોની સાથે વિપક્ષને પણ સમાંતર સ્થાન આપવામાં આવ્યું છે. શાસકોની સાથે વિપક્ષ નેતા તેમજ પાલિકા સભ્યોની પણ અલાયદી કેબિન બનાવવામાં આવી છે.
આજે ભવનનું ઉદ્દઘાટન કરી વિધિવત રીતે બધા ભવનો અને કેબિનો ખુલ્લી મૂકાઈ હતી. બારડોલી નગરપાલિકાના નવા ભવનના ઉદ્દઘાટનની સાથે, બારડોલીના મિઢોળા નદી નજીક, સબમર્સિબલ લો લેવલ કોઝ વેનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોર્પોરેટરો, હોદ્દેદારો અને નગરજનો હાજર રહ્યા હતા.
