મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું CM રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન
Live TV
-
મહાત્મા મંદિર ખાતે શરૂ થયેલા બે દિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટના પ્રદર્શનનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીના હસ્તે કરાયું હતું.
મહાત્મા મંદિર ખાતે શરૂ થયેલા બે દિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટના પ્રદર્શનનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીના હસ્તે કરાયું હતું. આ સમિટમાં 90 જેટલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ લગાવવામાં આવ્યા છે.
આ બિઝનેસ સમિટમાં 1200 થી વધુ બ્રહ્મ ઉદ્યોગ સાહસિકો ભાગ લઈ રહ્યાં છે. જેનાથી દસ હજારથી વધુ બેરોજગારને રોજગારીની તક મળશે. આ પ્રદર્શનની આશરે બે લાખ લોકો મુલાકાત લેશે. આ બિઝનેસ સમિટમાં, બેરોજગારને ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ સ્થાપવા માટે અને સરકારી નોકરી કેવી રીતે મેળવવી તે અંગે સરકારી અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અપાશે.
બ્રાહ્મણ સમાજે આ બિઝનેસ સમિટનું આયોજન કરી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ન્યુ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે અને રાષ્ટ્ર નિર્માણના કાર્યક્રમમાં સહભાગી બનવા બદલ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આનંદ વ્યક્ત કર્યો હતો. આ સમિટને સંબોધતા ,મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ તમામ સમાજને સાથે રાખી ,અનેક યોજનાઓ ,સરકારેઅમલી બનાવી છે, તેનો લાભ યુવાનો ઉઠાવે તેમ જણાવ્યું હતું.
