આંબાનાં પાકમાં પડતી જીવાતથી કેવી રીતે બચશો?, જાણો ઉપાયો
Live TV
-
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ફળોનો રાજા કેરી ખાવાની દરેકને મજા પડતી હોય છે પરંતુ આંબામાં જીવાત પડે તો કેરીને નુકસાન થાય છે. આ નુકસાનથી બચવા શું કરવું તે ખેડૂતોને જાણવું ખૂબ જરૂરી છે.
ભૂકી છારો
આંબામાં ભૂકી છારો એક ખૂબજ ગંભીર પ્રકારનો ફૂગથી થતો રોગ છે. આરોગની તીવ્રતા મુખ્યત્વે વાતાવરણનાં પરિબળો પર આધાર રાખે છે. આ રોગની સીધી અસર કેરી બેસવાની તેમજ ફળોના વિકાસ પર અસર થાય છે.કેવી રીતે કરશો રોગની ઓળખ
આંબાના મોરની દાંડી પર સફેદ છારીનાં ધાબા જોવા મળે છે જે પાછળથી બદામી રંગનાં થાય છે. આ રોગનાં આક્રમણથી ફલિનીકરણ થાય તે પહેલાં અથવા તે પછી કૂમળો મોર સૂકાઈને ખરી પડે છે. અસરગ્રસ્ત મોરનો ભાગ સુકાઈને ભૂખરો થઈ જાય છે. રોગગ્રસ્ત પાન વળી ગયેલા જણાય છે આ રોગમાં મોર તેમજ નાના મરવા ખરી પડતા હોવાથી નુકસાન.
કેવી રીતે કરશો નિયંત્રણ
આંબાવાડીમાં સૂકા ડાળા, પાન, ફળ વિગેરે એકઠા કરી બાળીને તેનો નાશ કરવો. આંબાવાડીમાં નિંદામણ કરતા રહેવું. આંબાવાડીમાં ખતરો તેમજ પિયત ભલામણ મુજબ આપવા. મોર નીકળવાની શરૂઆત થાય અને કળીઓ ખીલતી હોય ત્યારે અગમ ચેતીના ભાગરૂપે વેટેબલ સલ્ફર 50ટકા વે.પા. 30 ગ્રામ, 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.