Skip to main content
Settings Settings for Dark

આકરી ગરમી વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું

Live TV

X
  • ભરઉનાળે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો. અંબાજી, અરવલ્લી, છોટાઉદેપુર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. અરવલ્લીના ભિલોડામાં તો કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. મઉ, લીલછા સહિત ભિલોડા ના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતવરણ વચ્ચે એકાએક વરસાદ તૂટી પડ્યો હતો. ભરઉનાળે વરસાદ પડતા ખેતી પાકોમાં ભારે નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. 
     
    હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ બાદ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વૈજ્ઞાનિક  રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે 13થી 14 એપ્રિલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, ગીર-સોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની શકયતા છે.  14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીર-સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં પવનની ગતિ પણ તેજ રહેવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે પણ વરસાદની શકયતાઓ છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેના કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. અને કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. 

    માવઠાની આગાહી અને વાદળછાયા વાતાવરણના પગલે ગુજરાતવાસીઓને હાલ ગરમીથી અને હીટવેવથી આંશિક રાહત મળશે. અમદાવાદમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન 41.5  ડિગ્રી અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply