આગામી ચાર દિવસમાં ગુજરાતના વાતાવરણમાં ગરમીનું પ્રમાણ બે થી ત્રણ ડિગ્રી જેટલું વધશે
Live TV
-
ગુજરાતના વાતાવરણમાં આગામી ચાર દિવસમાં ગરમીનું પ્રમાણ બે થી ત્રણ ડિગ્રી જેટલું વધશે તેવી આગાહી હવામાનખાતાએ કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં દિવસ અને રાતના તાપમાન વચ્ચે ખાસ તફાવત રહ્યો નહીં હોવાનું નોંધવા સાથે યાદી જણાવે છે કે તાપી અને ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદી છાંટા પણ પડી શકે છે. દરિયાખેડુ માટે કોઈ ચેતવણી બહાર પાડવામાં આવી નથી.