છેલ્લા 24 કલાકમાં 263 કેસ નોંધાયા, 5,293 લોકોને કોરોનાની રસી અપવામાં આવી
Live TV
-
ગુજરાતમાં કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. આજે કોરોનાનાં 263 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 1 દર્દીનું મૃત્યુ થયેલ છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4402એ પહોંચ્યો છે. જ્યારે 271 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર વધીને 97.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 8,01,912 વ્યક્તિઓનું રસીકરણ પૂર્ણ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીને કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા આ પ્રમાણે છે. અમદાવાદ કોર્પોરેશન 54, સુરત કોર્પોરેશન 41, વડોદરા કોર્પોરેશન 44, રાજકોટ કોર્પોરેશન 26, વડોદરા 09, કચ્છ 06, ગાંધીનગર 04, સુરત 08, રાજકોટ 06, અમરેલી 02, ખેડા 04, ભરૂચ 05, ગાંધીનગર કોર્પોરેશન 06, જામનગર કોર્પોરેશન 04, જુનાગઢ કોર્પોરેશન 02, સાબરકાંઠા 02, મોરબી 01, જુનાગઢ 02, ગીર સોમનાથ 07, અમદાવાદ 02, મહીસાગર 07 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,59,655 લોકો સાજા થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 1699 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 30 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 1669 સ્ટેબલ છે.