ભાજપ જિલ્લા પંચાયતની 24, તાલુકા પંચાયતની 110 અને નગરપાલિકાની 85 બેઠક પર બિનહરીફ
Live TV
-
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ રહ્યા હોવાથી તેને લડ્યા વગર જીત મળી રહી હોવાના દાખલા નોંધાયા છે. ભાજપને ફાળે કુલ 219 બેઠક બિનહરીફ ગઈ છે જેમાં જિલ્લા પંચાયત ની 24, તાલુકા પંચાયત ની 110 અને નગરપાલિકા ની 85 બેઠક નો સમાવેશ થાય છે.
અમદાવાદ જિલ્લા પંચાયતની ભુવાલડી અને સિંગરવા બેઠક ઉપર ભાજપ ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યા છે, જયારે ડાંગની સુબીર, સુરતની ચોર્યાસી, અરાવલીની બાયડ અને અમરેલીની બાબરા, ખેડાની કઠલાલ તાલુકા પંચાયતમાં એક એક બેઠક અને પંચમહાલની કાલોલ અને ઘોઘંબા તાલુકા પંચાયતમાં બે બે ભાજપ ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મહેસાણામાં વિજાપુર અને બહુચરાજી તાલુકા પંચાયતમાં પણ એક એક અને કડી તાલુકા પંચાયતમાં બે ઉમેદવાર બિનહરીફ થતાં ભાજપને ફાયદો થયો છે. તાપીની નિઝર અને વલસાડ તાલુકા પંચાયતમાં પણ એક એક બેઠક ભાજપને બિનહરીફ ધોરણે મળી છે. બોટાદમાં જિલ્લા પંચાયતની 7 અને તાલુકા પંચાયતની 4 બેઠક ભાજપને ફાળે બિનહરીફ થઈ છે. દ્વારકા જિલ્લા પંચાયતમાં બે નગરપાલિકા ચૂંટણી, સૌરાષ્ટ્રના ઉના શહેર અને મહેસાણાના કડીનો દાખલો અત્યાર સુધી અનોખો રહ્યો છે. ઉના નગરપાલિકાની કુલ 36 બેઠકમાથી 21 બેઠક ભાજપની તરફેણમાં બિનહરીફ થઈ છે. તો કડી નગરપાલિકાની 36 પૈકી 26 બેઠક ભાજપને ફાળે બિનહરીફ ગઈ છે. આણંદ નગરપાલિકામાં બે સભ્ય, ઓખા અને દાહોદ નગરપાલિકામાં એક એક ઉમેદવાર બિનહરીફ થયા છે. હિંમતનગર સુધરાઈમાં પણ ભાજપના 6 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.