કચ્છઃ રવિપાકના વાવેતરમાં ત્રણ વર્ષનો રેકોર્ડ તુટ્યો, આ વર્ષે 133 ટકા વાવેતર નોંધાયુ
Live TV
-
કચ્છમાં ગત ચોમાસામાં વિક્રમજનક વરસાદ નોંધાતા મોટાભાગનાં ડેમ, ચેકડેમ, તળાવો ભરાતા તેની સીધી સકારાત્મક અસર રવિપાકના વાવેતર પર થઈ છે. જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કરતા છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.

સિંચાઈ માટે પુરતા પાણીનો સ્ત્રોત મળતાં આ વર્ષે 133 ટકા જેટલું રવિપાકનું વાવેતર થયું છે. ખેતીવાડી અધિકારી ડી.એમ. મેણાતે જણાવ્યું હતું કે, ખેડૂતો દ્વારા સૌથી વધુ જીરાનું કુલ 62,090 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે . જ્યારે બીજા નંબરે ઘઉંનું કુલ 32,437 હેક્ટરમાં વાવેતર થવા પામ્યું છે. આ સિવાય ઘાસચારાનું પણ મહત્તમ કહી શકાય એટલું 26,942 હેક્ટરમાં વાવેતર થવા પામ્યું છે, જ્યારે રાઇનું 9,960 હેક્ટરમાં, ધાણાનું 1,569 હેક્ટરમાં, ઈસબગુલનું 6,965 હેક્ટરમાં, શાકભાજીનું 5,723 હેક્ટરમાં વાવેતર થવા પામ્યું છે.