મહેસાણાઃ કોરોના વોરિયર શિક્ષકના વારસદારને રુ. 25 લાખની સહાય અપાઈ
Live TV
-
મહેસાણા જિલ્લામાં કોરોના કાળ દરમિયાન બેચરાજી તાલુકાના બરીયફ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 51 વર્ષીય રાજેન્દ્રભાઈ પટેલનુ કોરોનાથી નિધન થયુ હતુ. રાજ્ય સરકારની કોરોના વોરિયર કર્મયોગી કર્મચારીઓનુ નિધન થાય તો તેમના પરિવારને સહાય આપવાની જાહેરાત કરી હતી.
મહેસાણા જિલ્લામાં કોરોના કાળ દરમિયાન બેચરાજી તાલુકાના બરીયફ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 51 વર્ષીય રાજેન્દ્રભાઈ પટેલનુ કોરોનાથી નિધન થયુ હતુ. રાજ્ય સરકારની કોરોના વોરિયર કર્મયોગી કર્મચારીઓનુ નિધન થાય તો તેમના પરિવારને સહાય આપવાની જાહેરાત કરી હતી. જાહેરાત પ્રમાણે રાજેન્દ્રભાઈ પટેલના પરિવારને સરકાર તરફથી 25 લાખ રુપિયાનો ચેક આપીને સહાય કરાઈ છે.
મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ. વાય. દક્ષિણીના માર્ગદર્શનથી મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 25 લાખ સહાય મંજુરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝડપથી કાર્યવાહી કરી પ્રાથમિક શિક્ષક રાજેન્દ્રભાઈ પટેલના વારસદાર તેમના પત્ની વિમળાબેનને રૂ 25 લાખની સહાય આપવામાં આવી છે. રાજેન્દ્ર ભાઈની પત્ની સહિત તેમના પુત્રી ગાયત્રી પટેલ અને પુત્ર નીરવ પટેલ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી ડો ગૌરાંગ વ્યાસ, નાયબ પ્રાથમિક શિક્ષણ અશિકારી પુલકિત જોષી ઉપસ્થિત રહ્યા હતા.