Skip to main content
Settings Settings for Dark

ભાવનગરઃ નિકાસનો પ્રતિબંધ હટવાથી ખેડૂતોને સારા ભાવો મળતાં ડુંગળીની બમ્પર આવક

Live TV

X
  • ભાવનગર માર્કેટ યાર્ડ ખાતે ડુંગળીના સારા ભાવ મળતાં ડુંગળીની બમ્પર આવક નોંધાઈ રહી છે. સમગ્ર રાજ્યમા ભાવનગર જિલ્લામા સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન જોવા મળતું હોય છે ત્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં સારા ભાવ મળતાં મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળી વેચી રહ્યા છે

    ભાવનગર માર્કેટગ યાર્ડમાં ખેડૂતો દ્વારા લાવવામાં આવેલ લાલ ડુંગળીના પ્રતિ 20 કિલોના ભાવ 450  રૂપિયાથી લઈને 700 રૂપિયા સુધી મળી રહ્યો છે. ગત વર્ષે રવિ પાકની સિઝનમાં ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર 27 હજાર હેકટર નોધાયુ હતુ જે ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક 35 હજાર 500 હેકટર વાવેતર નોધાયુ છે. સમગ્ર રાજ્યમાં વર્ષે ડુંગળીનું કુલ વાવેતરમાંથી તે પૈકી ભાવનગર જિલ્લામાં 35,500 હેકટરમાં ડુંગળીનું વાવેતર થતા સમગ્ર રાજ્યમાં ડુંગળીના ઉત્પાદનમાં ભાવનગરનો હિસ્સો 66.85 ટકા જેટલો નોંધપાત્ર છે. 

    ભાવનગર યાર્ડમાં ત્રણ દિવસ પહેલા 4 લાખ ગુણીની આવક થઇ હતી અને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું.  જે માર્કેટયાર્ડના ઇતિહાસમાં પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં ડુંગળીની આવક જોવા મળી  હતી. જેમાં છેલ્લા બે દિવસમાં 50 થી 60 હજાર ગુણીનુ વેચાણ થતુ હતુ પરંતુ ગઈકાલે માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બ્રેક 1 લાખ ગુણી વેચાણ થયુ હતુ. 

    ડુંગળીની આવક વધતા માર્કેટિંગ યાર્ડના હોદેદારોએ હાલમાં ચિત્રા ઉપરાંત નારી ચોકડીએ પણ વિશાળ જગ્યામાં મીની માર્કેટયાર્ડ કામ ચલાઉ રીતે શરુ કરવામાં આવ્યુ છે. સતત ડુંગળી વેચાણના ભાવો જળવાઈ રહેતા ખેડૂતોને ડુંગળીના સારા ભાવો મળતા ખેડૂતો પણ ખુશ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
apply