મહિસાગરઃ CM રુપાણી જલ્દી સાજા થાય તે માટે હનુમાન ચાલીસાના પાઠ કરાયા
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર તેઓ જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુજરાત ભાજપાના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા તથા કચ્છ લોકસભા સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાથી સંક્રમિત થયા છે.
ભાજપના કોરોનાગ્રસ્ત થયેલા આ તમામ નેતા જલદીથી સ્વસ્થ થઇ લોકસેવાનાં કાર્યમમાં ઝલદી જોડાય એવી કામના માટે લુણાવાડામાં આવેલ બાવના અખાડા શિવ મંદિર ખાતે લુણાવાડા ધારાસભ્ય જિગ્નેશ સેવક દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહીસાગર ભાજપ પ્રમુખ દશરથ બારીઆ તેમજ મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારોએ તેમજ પાર્ટીના કાર્યકર્તાઓએ હાજર રહીને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા.
