મુખ્યમંત્રીના સ્વાસ્થ્યમાં સુધાર માટે SGVP ખાતે ખાસ પ્રાર્થના કરવામાં આવી
Live TV
-
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી લોકસેવા કરતાં કરતાં કોરોના સંક્રમિત થયા છે. તેમનું સ્વાસ્થ્ય ખૂબજ ઝડપથી સારું થાય એવા હેતુથી SGVP ગુરુકુલના હરિભક્તો દ્વારા ખાસ તેમના માટે પ્રાર્થના કરવામાં આવી હતી. SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની હાજરીથાં બહોળી સંખ્યામાં હરિભક્તોએ એક સાથે મહામંત્રની ધૂન્ય બોલાવડાવીને પ્રાર્થના કરી હતી.
શાસ્ત્રી માધવપ્રિયદાસજી એ જણાવ્યું કે સંવેદનશીલ મુખ્યમંત્રી એવા વિજયભાઇ સતત પ્રજાની પડખે ઉભા રહ્યા છે અને ગરિબ, વંચિત, છેવાડાના માનવી, સ્ત્રીઓ તમામ પ્રજાજનોના પ્રશ્નોનું તરત જ નીરાકરણ કરતા રહ્યા છે જેથી તેમના સ્વાસ્થ્ય માટે SGVP ગુરુકુલ પરિવાર દ્વારા આ પ્રાર્થના સભા કરવામાં આવી છે.
