આગામી બે ત્રણ દિવસ ઠંડીમાં વધારો થવાની હવામાન ખાતાની આગાહી
Live TV
-
હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે.
છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જેનાથી લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સીયસનો ઘટાડો નોંધાયો છે.
છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાંક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ થયો હોવાના અહેવાલ છે.
નલિયામાં લઘુત્તમ તાપમાન 15.3 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. જ્યારે ભુજમાં 15.8, કંડલા એરપોર્ટ 17.5, અમરેલી 18.7, વડોદરા અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.3 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.
