Skip to main content
Settings Settings for Dark

સરકારે આંગણવાડી કાર્યકરોના વેતનમાં કર્યો વધારો

Live TV

X
  • આંગણવાડી કાર્યકર, તેડાગર તેમજ મિની આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં 300 થી 600 સો રૂપિયાનો વધારો કરાયો.

    રાજ્ય સરકારે રાજ્યની ૫3 હજાર 0૨૯ જેટલી આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં ૬૦૦, તેડાગર બહેનોના વેતનમાં ૩૦૦ અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં ૩૦૦ રૂપિયાનો વધારો કરાયો છે. 
    ગાંધીનગરમાં   વિધાનસભા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ગઇકાલે આ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્યની ૫૩,૦૨૯ બહેનોને લાભ મળશે. આ વધારો માર્ચ ૨૦૨૦થી ચુકવાશે અને વર્ષ ૨૦૧૯-૨૦ સુધીનું એક વર્ષનું એરિયર્સ ત્રણ હપ્તામાં ચુકવાશે. આ માટે રાજ્ય સરકારને રૂ.૧૧૨ કરોડનું વધારાનું ભારણ થશે. આ વધારો પહેલી માર્ચ, ૨૦૧૯ થી અમલમાં આવે તે રીતે આપવામાં આવશે . 
    તેમણે ઉમેર્યું કે આંગણવાડીઓની કાર્યકર બહેનોને હવેથી રૂ.૭૮૦૦ માનદ વેતન આપવામાં આવશે. તેવી જ રીતે આંગણવાડી તેડાગર બહેનોને રૂ.૩૯૫૦ માનદ વેતન આપવામાં આવશે. જ્યારે રાજ્યની ૧૮૦૦ જેટલી મીની આંગણવાડીની કાર્યકર બહેનોને હવે રૂ . ૪૪૦૦ માનદ વેતન આપવામાં આવશે 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply