આગામી બે દિવસ દરમ્યાન રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા : હવામાન વિભાગ
Live TV
-
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમ્યાન રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો નહી ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. જ્યારે રાજ્યમાં આગામી આઠમી ઓગસ્ટથી વરસાદનું જોર ધીમું પડવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 45 ટકા જેટલો વરસાદ નોંધવામાં આવ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
