ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને આગામી ૭મી ઑગસ્ટથી 10 કલાક વીજળી અપાશે: સૌરભ પટેલ, ઉર્જા મંત્રી
Live TV
-
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને આગામી ૭મી ઑગસ્ટથી 10 કલાક વીજળી અપાશે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા આ વિસ્તારના ખેડૂતો દ્વારા રજૂઆતો મળી હતી. ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ આ ખેડૂતલક્ષી નિર્ણય કરાયો છે. સૌરભ પટેલે કહ્યું કે, રાજ્યના ખેડૂતોને અત્યારે 8 કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે, પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે આ વિસ્તારના ખેડૂતો ને હવે આઠ કલાક ના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે.
