Skip to main content
Settings Settings for Dark

ભેળસેળયુક્ત ઘી પ્રકરણમાં દૂધસાગર ડેરીના MD અને ચેરમેન સહિત 5 સામે ફરિયાદ

Live TV

X
  • મહેસાણા જિલ્લામાં આવેલી દૂધસાગર ડેરીમાં રાજકારણ આજે ફરીવાર ગરમ થવા ગયું છે. કેટલાક વર્ષોથી ડેરીમાં વિવાદનો વંટોળ ફરી રહ્યો છે. ત્યાં આજે ડેરીમાં અગાઉ ઘીની ભેળસેળ મામલે થયેલા ઘટસ્ફોટ બાદ બુધવારે ડેરી સત્તામંડળના ચેરમેન, વાઇસ ચેરમેન, MD, લેબ.હેડ અને ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. ભેળસેળયુક્ત ઘી પ્રકરણમાં દૂધસાગર ડેરીના MD અને ચેરમેન સહિત 5 સામે ફરિયાદ પોલીસ મથક માં નોંધવા માં આવી છે. જેમાં 2 લોકોની અટકાયત પણ કરાઈ છે. મહેસાણા દૂધસાગર ડેરીમાં પૂના અને હરિયાણાથી મંગાવવામાં આવતા ઘીના ટેન્કરમાં અશુદ્ધ ઘીની ભેળસેળ કરી આર્થિક ફાયદા સારું વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. ડેરી અને ફેડરેશનના નામને હાનિ પહોંચાડવા સાથે લોકો સાથે વિશ્વાસઘાત કરાતો હોવા મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ડેરી સત્તા મંડળના ચેરમેન આશાબેન ઠાકોર, વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી, મેનેજીંગ ડિરેક્ટર નિશિથ બક્ષી, લેબોરેટરી હેડ અને ટેન્કરનો કોન્ટ્રાકટ ધરાવતા ટ્રાન્સપોટર સામે ipc કલમ 406, 409, 272, 273 અને 120 બી મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં પ્રાથમિક તબક્કે ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી અને MD નિશિથ બક્ષીની પોલીસે અટકાયત કરી કોવિડ-19 માટેના સેમ્પલ ટેસ્ટિંગ અર્થે મોકલી આપેલ છે. જે બાદ બન્નેની ધરપકડ કરી વધુ પૂછપરછ કરવામાં આવનાર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply