Skip to main content
Settings Settings for Dark

આગામી 14-15 જૂને ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે

Live TV

X
  • હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહીમાં 10મીથી દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટાં પણ પડી શકે છે.

    સમગ્ર રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે, ત્યારે રાહતના સમાચાર મળી રહ્યાં છે. ચોમાસું કેરળ પહોંચી ગયું છે. આ વખતે ધારણા કરતાં 3 દિવસ પહેલાં કેરળમાં ચોમાસું આવી ગયું છે. જે જોતાં આગામી 14-15 જૂને ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને 10મીથી દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટાં પણ પડી શકે છે.

    મીટિરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, નક્કી તારીખ 1 જૂનના 3 દિવસ પહેલા જ કેરળમાં ચોમાસું આવી ગયું છે. તેની અસરથી કેરળ સહિત દક્ષિણના ઘણા રાજ્યોમાં વરસાદ શરૂ થઇ ગયો છે. આ ચોમાસું હવે તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 48 કલાકમાં તે મધ્ય અરબ એશિયા અને કેરળના બાકી બચેલા હિસ્સાઓને પણ કવર કરી લેશે. હવામાન વિભાગે આ વખતે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન જાહેર કર્યું છે. દેશના ચોમાસાનું આગમન કેરળથી જ થાય છે. કેરળ પહોંચવાની નક્કી તારીખ 1 જૂન હતી. જોકે તેના બે દિવસ પહેલા જ કેરળ પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply