Skip to main content
Settings Settings for Dark

આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

Live TV

X
  • નવસારી જિલ્લામાં ખેરગામમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ પડ્યો છે. પૂર્ણા કાવેરી નદી અને અંબિકા નદીમાં અનુક્રમે 10 ફૂટની સપાટીએ પાણી વહે છે.

    જૂનાગઢ અને ગીર સોમનાથમાં સતત એક સપ્તાહથી અવિરત વરસાદનો કેર ચાલુ છે. તેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વાહન વ્યવહારને પણ અસર થઈ છે. વરસાદી નીરથી દક્ષિણ ગુજરાતના 13 ડેમો છલકાયાં છે અને પાંચ ડેમોને એલર્ટ જાહેર કરાયા છે. નવસારી જિલ્લામાં ખેરગામમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ પડ્યો છે. પૂર્ણા કાવેરી નદી અને અંબિકા નદીમાં અનુક્રમે 10 ફૂટની સપાટીએ પાણી વહે છે. તાપી જિલ્લામાં ઉકાઇ ડેમની સપાટી 295 ફૂટ છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની અછત છે. દક્ષિણ ગુજરાત અને અરબી સમુદ્રમાં ઉત્તર-પૂર્વમાં દરિયાઈ સપાટીથી 3.1 કિ.મી.થી 7.6 કિ.મી.ના સ્તરે અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન છવાયું છે. જેની અસર હેઠળ આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે પ્રમાણમાં વરસાદ પડશે તેવી હવામાનખાતાએ ચેતવણી જાહેર કરી છે. જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. પોરબંદર ના ગરેજ, નવા ગામ, લુશાળા, મિત્રાળા, ભડ, એરડા, સહિત ના ,છેક નેરાણા સુધી ના ,૪૦ કિ.મી.ના વિસ્તાર માં આવેલા ખેતરો માં ,હાલ ,વરસાદી પાણી ભરાયેલાં જોવા મળે છે. અમીપુર માટે ,કુતિયાણા-મહીયારી- બગસરા રોડ તથા બળેજ માટે નેશનલ હાઇવે પર થી ,જવા ,જણાવાયું છે.તો કડેગી-મીતી રોડ પણ પાણી ની આવક વધતા ,ડુબ માં જવાના કારણે ,બધં થઇ ગયો હોવા થી ,લોકો ને ,ધરસન-રેવદ્રા-કડેગી રોડ ઉપર થી પસાર થવા, જણાવાયું છે. વડોદરા જિલ્લામાં સપ્તાહના વિરામ બાદ વહેલી સવારથી પવન સાથે ભારે વરસાદની શરૂઆત થઈ છે. નીચાણવાળા વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply