સતત વરસાદને કારણે કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ
Live TV
-
નવસારી જિલ્લાનાં 28 જેટલાં ગામોમાં ચિંતા જનક સ્થિતિ છે. ધોલર ધોલ-ભાઠા, અને રાંભલ ગામ પણ ચોથીવાર સંપર્ક વિહોણાં બન્યાં છે.
મેઘરાજાની સતત વરસતા વરસાદને કારણે નવસારી જિલ્લાની કાવેરી અને અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અંબિકા નદીની ભયજનક સપાટીથી ઉપર 29 ફૂટથી વધુ પાણી વહેતા અને કાવેરી નદીમાં ભયજનક સપાટી 19 ફૂટથી વધુ પાણી વહેતાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેનાં પગલે ,લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. નવસારી જિલ્લાનાં 28 જેટલાં ગામોમાં ચિંતા જનક સ્થિતિ છે. ધોલર ધોલ-ભાઠા, અને રાંભલ ગામ પણ ચોથીવાર સંપર્ક વિહોણાં બન્યાં છે. તેમાં બિલીમોરા શહેર ના વાઘરેય વિસ્તારની ફાટક પાસે પૂરમાં ફસાયેલ 13 જેટલા લોકોને NDRF ટીમે ઉગારી લીધા હતા. દરમિયાન માં NDRFની ટીમે ગઈકાલ સુધીમાં કુલ 596 લોકોને ઊગાર્યા છે. ચાર મૃતદેહો મળી આવ્યાં છે. 2 હજાર 850 ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે. જૂનાગઢના, બુરી ગામના સર્પ દંશગ્રસિત યુવાનને દોરડાથી પાણીમાંથી બહાર કાઢી સમયસર સારવાર અપાતા તે બચી ગયો હતો.
