Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું

Live TV

X
  • રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેનું જોર થોડું ઘટ્ડાયું છે. રાજ્યના 36 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે.

    રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેનું જોર થોડું ઘટ્ડાયું છે. રાજ્યના 36 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 133 મી.મી. એટલે કે પાંચ ઇંચથી વધુ અને વેરાવળ તાલુકામાં 115 મી.મી. કોડીનારમાં 110 મી.મી, માંગરોળમાં 105 મીમી, મળી કુલ ત્રણ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે 7 કલાક દરમિયાન જામનગર તાલુકામાં 96 મી.મી., કેશોદમાં 84, માળીયામાં 74, મળી કુલ ત્રણ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ, જ્યારે કાલાવાડ તાલુકામાં 69 મી.મી., ઉનામાં 62, વીસાવદરમાં 59 મી.મી., લાલપુરમાં 58 મી.મી., સુત્રાપાડામાં 57 મી.મી., જામજોધપુરમાં 56 મી.મી. ગાંધીધામમાં 54, ગીર-ગઢડામાં 52 , ધરમપુરમાં 52, ચીખલીમાં 50 અને જાફરાબાદમાં 50 મી.મી., મળી કુલ 13 તાલુકામાં બે ઇંચથી વધુ અને અન્ય 16 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ હોવાના અહેવાલો છે. જ્યારે આજે સવારે 8 થી 10 કલાક દરમિયાન વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં 73 મી.મી., એટલે કે ત્રણ ઇંચ જેટલો, બોરસદમાં 47, કપરાડામાં 44, ડાંગમાં 42, વાંસદામાં 35 , આંકલાવમાં 27, બોડેલીમાં 27 મી.મી. એમ મળી કુલ છ તાલુકાઓમાં એક ઇંચથી વધઝુ વરસાદ થયો છે. આ સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 61.12 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્થ રિજિનલમાં 11.03 ટકા , ઉત્તર ગુજરાતમાં 18.37 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 28.94 ટકા, સૌરાષ્ટ્રમાં 57.06 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 61.12 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply