ખરીફ પાકમાં રાહત આપતો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો
Live TV
-
ખરીફ પાકના સમર્થન મૂલ્યમાં દોઢ ગણો વધારો કર્યા બાદ કેન્દ્ર સરકારે શેરડી પકવતા ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વર્ષ 2018-19માં શેરડીના યોગ્ય લાભકારી કિંમતમાં વધારો કર્યો છે. ઓક્ટોબરથી શરૂ થતાં સત્રમાં શેરડીની યોગ્ય લાભકારી કિંમત રૂપિયા 275 પ્રતિ ક્વીન્ટલ નક્કી કરી છે. સરકારના આ નિર્ણયથી શેરડીના ખેડૂતોને 83 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થશે.
