સતત વરસતા વરસાદ વચ્ચે NDRFની પ્રશંનીય કામગીરી
Live TV
-
અંબિકા નદીની ભયજનક સપાટીથી ઉપર 29 ફૂટથી વધુ પાણી વહેતા અને કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટથી વધુ પાણી વહેતાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ
મેઘરાજાની સતત વરસતા વરસાદને કારણે નવસારી જિલ્લાની કાવેરી અને અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અંબિકા નદીની ભયજનક સપાટીથી ઉપર 29 ફૂટથી વધુ પાણી વહેતા અને કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટથી વધુ પાણી વહેતાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેનાં પગલે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. નવસારી જિલ્લાનાં 28 જેટલાં ગામોમાં ચિંતાજનક સ્થિતિ છે. ઘોલર, ઘોલ-ભાઠા અને રાંભલ ગામ પણ ચોથીવાર સંપર્ક વિહોણાં બન્યાં છે. તેમાં બિલીમોરા શહેરના વાધરેચ વિસ્તારની ફાટક પાસે પૂરમાં ફસાયેલ 13 જેટલા લોકોને NDRF ટીમે ઉગારી લીધા હતા. દરમિયાનમાં NDRFની ટીમે ગઈકાલ સુધીમાં કુલ 596 લોકોને ઊગાર્યા છે. ચાર મૃતદેહો મળી આવ્યાં છે. 2,850 ફૂડ પેકેડનું વિતરણ કર્યું છે. જૂનાગઢના બુરી ગામના સર્પદંશ ગ્રસિત યુવાનને દોરડાથી પાણીમાંથી બહાર કાઢી સમયસર સારવાર અપાતા તે બચી ગયો હતો..
