આજથી ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર, 8 વિધેયકો થઈ શકે છે રજૂ
Live TV
-
24 દિવસનું સત્ર, જેમાં વિધાનસભા સત્રના કામકાજના કુલ 16 દિવસ
ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે..16 દિવસ ચાલનારા આ બજેટ સત્રમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વર્ષ 2019-20ના વર્ષનું ગુજરાતનું સામાન્ય બજેટ રજૂ કરશે..ત્રીજી જુલાઈના રોજ ત્રણ વિધેયકો અને આઠમી જુલાઈએ પાંચ વિધેયકો રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાય તેવી શક્યતા છે..જેમાં ભારતીય ભાગીદારી ધારામાં સુધારો કરતુ વિધેયક, જમીન મહેસૂલ કોડ સુધારા વિધેયક, ભાડૂઆત ખેતીની જમીન અંગે સુધારા વિધેયક, અશાંતધારામાં સુધારો કરતુ વિધેયક સહિતના કુલ 8 વિધેયકોનો સમાવેશ થાય છે..
