નેચરલ ગેસ વાપરતા ઉદ્યોગગૃહોને રાહત આપતો ગુજરાત સરકારનો નિર્ણય
Live TV
-
રાજ્યમાં નેચરલ ગેસ વપરાશ કરતા ઉદ્યોગગૃહોને પ્રોત્સાહન આપવાના હેતુથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉદ્યોગગૃહોને પ્રતિ એસસીએમડી રૂ. 2.50ની રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશના ૫૦ ટકા કરતાં વધુ એટલે કે ૪,૯૦૩ ઉદ્યોગોગૃહો તો માત્ર ગુજરાતમાં છે, જેમને સીધો ફાયદો થશે. ભાવ ઘટાડાના પરિણામે રાજ્યના અન્ય ઉદ્યોગો પણ નેચરલ ગેસના ઉપયોગ માટે આકર્ષાય અને પ્રદુષણમુક્ત ગુજરાતની સંકલ્પબદ્ધતા સાથે રાજ્યમાં CNG વાહનચાલકોની સાથે સાથે વધુને વધુ ઉદ્યોગો પણ નેચરલ ગૅસ આધારિત સ્થાપાય તે માટે રાજય સરકારે આ નિર્ણય લીધો છે.
વધુમાં ગયા અઠવાડિયે જ 'CNG સહભાગી યોજના' અંતર્ગત આગામી બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં ૩૦૦થી વધુ CNG સ્ટેશનો સ્થાપવા માટે જાહેરાત કરવામાં આવી છે. જેના બાદ ઈન્ડસ્ટ્રિયલ ગેસના ભાવમાં ઘટાડાનો આ ઉપયુક્ત નિર્ણય કરવામાં આવ્યો છે.
