આવતીકાલથી રજૂ થશે ગુજરાતનું બજેટ, નાણામંત્રી નીતિન પટેલ રજૂ કરશે બજેટ
Live TV
-
જેમાં આગામી સત્રમાં રજૂ થનારા વિધેયક અને વિરોધ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવનાર પોતાના વિસ્તારના પ્રશ્નો બાબતે ચર્ચા થઈ હતી. ઉપરાંત પ્રથમ દિવસે રજૂ થનારા બજેટ અંગે પણ ચર્ચા થઈ હતી.
આવતીકાલથી શરૂ થતાં વિધાનસભા સત્રના અનુસંધાને આજે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠક અનુસંધાને, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સત્રના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ,બજેટ રજૂ કરશે. તો વિરોધ પક્ષના નેતા ,પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ના ધારા સભ્યો પોતાના મતવિસ્તારના લોકો દ્વારા રજૂ કરવામાં આવેલ 300 થી વધુ પ્રશ્નોને રજૂ કરી તેની પર ચર્ચા કરશે.
