Skip to main content
Settings Settings for Dark

આજથી રાજ્યભરમાં કોવિડ રસીકરણ અભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ થયો

Live TV

X
  • રાજ્યમાં આજથી કોવિડ-19 રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. આ તબક્કામાં કોરોના સામેની લડતના અગ્રીમ હરોળના કર્મીઓને રસી અપાઇ રહી છે. જેમાં ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

    રસીકરણના બીજા તબક્કામાં આજે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં કોરોના રસીકરણ અભિયાન યોજાઈ રહ્યું છે. સિવિલ મેડિસીટીમાં કુલ 16 વેક્સિનેશન કેન્દ્રો તૈયાર કરાયા છે. જ્યાં 2100 જેટલા પોલીસ કર્મીઓ કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મેળવશે. અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલે, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તેમજ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. તેઓએ પ્રથમ કોરોના રસી મુકાવી સૌને સલામતીનો સંદેશ આપ્યો હતો. સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી રહ્યા છે. જયારે, પહેલી વેક્સિન સિવિલ સુપ્રિટેન્ડેન્ટની હાજરીમાં શાહીબાગ પી.આઈ. કે. ડી. જાડેજાએ લીધી છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ આ રસીકરણ અભિયાનનો બીજો તબક્કો ચાલુ થઇ ગયો છે.

    ત્યારે મહેસાણા જીલ્લાના પોલીસ તથા મહેસૂલ વિભાગના કર્મચારીઓને રસી અપાઇ રહી છે. આજે સૌથી પહેલી રસી જીલ્લા પોલીસ વડા ડોકટર પાર્થરાજસિંહને અપાઇ હતી. પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરા, ગોધરા રેન્જ આઇજી એમ. એસ. ભરાડા અને જિલ્લા પોલીસવડા સહિત અન્ય અધિકારીઓએ વેક્સિન લીધી હતી. છોટા ઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના પીઆઇ સહિતના પોલીસ કર્મીઓને આજે કોવિડ રસી અપાઇ છે. દાહોદમાં કલેકટરશ્રી વિજય ખરાડીએ આજે સૌ પ્રથમ રસી લઇ રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો. તાપીમાં જીલ્લા પોલીસવડા સહિત 1500 પોલીસ કર્મીઓને કોરોના રસી અપાઇ. રાજકોટમાં જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસઅધિકારી, પોલીસ કમિશ્નર, જીલ્લા પોલીસ અધ્યક્ષ, મ્યુનિસીપલ કમિશ્નર સહિત વહીવટી તંત્ર,પોલીસ તંત્ર તથા મહાનગરપાલિકાના અધિકારીઓ- કર્મચારીઓએ રસીકરણ ઝુંબેશમાં ભાગ લીધો હતો. મ્યુનિસિપલ કમિશ્નરે લોકોને રસી આગળ આવી રાષ્ટ્રને કોરોના મુક્ત બનાવવા અપીલ કરી હતી. પાટણમાં પણ પોલીસ તથા મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કોરોના રસી મુકાવી ફ્રન્ટ લાઇન વોરીયર્સને પ્રેરણા પૂરી પાડી હતી. ત્યારે કચ્છમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિકારી સૌરભ સિંઘે રસી લઇ તમામને રસી લેવા પ્રોત્સાહિત કર્યા હતા તો ભૂજ પ્રાંત અધિકારીએ રસીલઇ સૌને રસીકરણમાં જોડાવા માટે અપીલ કરી હતી.

    મોરબી જીલ્લામાં પાંચેય તાલુકામાં આજે ફ્રન્ટ લાઈન વર્કર્સના અધિકારીઓ અને કર્મચારીઓને કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવ્યા હતા. મોરબી જીલ્લામાં રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ અને નગરપાલિકાના અધિકારી તેમજ કર્મચારીઓને કોવીડ વેક્સીનઆપવામાં આવી હતી. મોરબી જીલ્લામાં મોરબી સિવિલ હોસ્પિટલ, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ હળવદ અને વાંકાનેર તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા અને માળિયા ઉપરાંત મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ અને આયુષ હોસ્પિટલ ખાતે પણ કોરોના રસીકરણ કામગીરી કરવામાં આવી હતી. ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે પણ કલેક્ટર ડૉ. એમ.ડી.મોઢિયા અને જિલ્લા પોલીસ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સૌપ્રથમ કોરોનાની વેક્સિન લઇ વેક્સિનેશનના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply