Skip to main content
Settings Settings for Dark

કચ્છના ખેડૂતે પાણીની અછતવાળા સુકા ભઠ્ઠ રણમાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી

Live TV

X
  • કચ્છના ખેડૂતે સુકા ભઠ્ઠ રણમાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી. ભૂજના રેલડી ગામના હરેશ ઠક્કરે આધુનિક ટેકનોલોજી સાથે એક એકરમાં સ્ટ્રોબેરીના 18 હજાર રોપા ઉછેર્યા.

    પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં કચ્છના રેલડી ગામના પ્રગતિશીલ ખેડૂતનો ઉલ્લેખ કર્યો હતો. કચ્છના ખંતીલા ખેડૂતે સુકા ભઠ્ઠ અને પાણીની અછતવાળા રણમાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી બતાવી છે. ભૂજના રેલડી ગામના હરેશ ઠક્કરે આધુનિક ટેકનોલોજી સાથે એક એકરમાં સ્ટ્રોબેરીના 18 હજાર રોપા ઉછેર્યા છે. આ 18 હજાર રોપામાંથી 5 ટન સ્ટ્રોબેરીનું ઉત્પાદન પણ મેળવ્યું છે. કચ્છ વિસ્તારમાં નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી આકરી ઠંડી પડે છે. સ્ટ્રોબેરીમાં અન્ય પાકની સરખામણીમાં માત્ર 20 ટકા જ પાણીની જરૂરિયાત રહે છે, જેથી કચ્છમાં શિયાળાની આકરી ઠંડીમાં સ્ટ્રોબેરી થકી ખેડૂતો સારી આવક રળી શકે છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂતો ખારેક, દાડમ, કેરી, ડ્રેગનફ્રૂટ અને સફરજનની ખેતીના સફળ પ્રયોગ થકી સારી કમાણી કરી ચુક્યા છે.
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસોને કચ્છના હરેશ ઠક્કર જેવા ખેડૂતો સાકાર કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply