દેવભૂમિ દ્વારકામાં આર્મી ભરતી મેળાનું આયોજન; 49 હજારથી વધુ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
Live TV
-
દેવભૂમિ દ્વારકામાં આવતી કાલથી આગામી 15 દિવસ સુધી આર્મી ભરતી મેળાનું આયોજન. ભરતી મેળામાં 49 હજારથી વધુ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું.
આગામી પહેલી ફેબ્રુઆરીથી પંદરમી ફેબ્રુઆરી દરમિયાન દેવભૂમિ દ્રારકામાં એન.ડી.એચ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ઇન્ડિયન આર્મી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આર્મી ભરતી મેળામાં આશરે 49 હજારથી પણ વધુ યુવાન ઉમેદવારોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં આવતા યુવા ઉમેદવારોને આ કોરોના કાળમાં કોઈ પણ પ્રકારની તકલીફો ન પડે તે માટે તંત્ર દ્વારા સુદ્રઢ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં ઘણા વર્ષો બાદ આર્મી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સંબધિત અધિકારીઓ અને વિભાગો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ભરતી મેળા દરમ્યાન કોરોનાને ધ્યાને લઇ સ્થાનિક તંત્ર દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ પૂરતી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે.
