સોમનાથમાં રૂપીયા 400 કરોડનાં ખર્ચે વિવિધ વિકાસ કાર્યોને લીલીઝંડી બતાવવામાં આવી
Live TV
-
સોમનાથ ટ્રસ્ટની મળેલી 120મી બેઠકમાં સોમનાથનાં વિકાસના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સોમનાથમાં રૂપીયા 400 કરોડનાં ખર્ચ સાથે વિવિધ વિકાસ કામોને લીલીઝંડી બતાવવામાં આવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદીર ટ્રસ્ટનાં અધ્યક્ષ બન્યા બાદ સોમનાથમાં પ્રગતિના કાર્યો પૂરવેગમાં શરૂ થયાં છે. ત્યારે તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટની મળેલી 120મી બેઠકમાં સોમનાથનાં વિકાસના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીના અધ્યક્ષ સ્થાને પ્રથમ મિટીંગમાં જ સોમનાથમાં રૂપીયા 400 કરોડનાં ખર્ચ સાથે વિવિધ વિકાસ કામોને લીલીઝંડી બતાવવામાં આવી છે. આ વિકાસ કાર્યો અંતર્ગત સોમનાથમાં નવું પાર્વતી મંદીર, ત્રિવેણી સંગમનો વિકાસ, ઝુલતો પુલ, નવો એસ.ટી. ડેપો તેમજ સોમનાથના દરીયામાં 300 કરોડનાં ખર્ચે એક્વેરીયમ બનાવવામાં આવશે. આ ઉપરાંત ગૌશાળાનો વિકાસ, અદ્યતન શોપીંગ સેન્ટર, મંદીર તરફ જવાનાં અદ્યતન ફોરટ્રેક રસ્તાનું નિર્માણ પણ કરવાં આવશે. આ બધા વિકાસ કાર્યો થકી સોમનાથ આવનારા સમયમાં એક નવું સ્વરૂપ મેળવશે જે શ્રદ્ધાળુઓની સાથે-સાથે અન્ય પ્રવાસીઓ તેમજ આંતરાષ્ટ્રીય પ્રવાસીઓને પણ આકર્ષિત કરશે.
