Skip to main content
Settings Settings for Dark

આજથી રાજ્યમાં ધોરણ 9 થી 11ની શાળાના વર્ગો 50 ટકા વિદ્યાર્થીઓની હાજરી સાથે ખુલશે

Live TV

X
  • કોરોનાની બીજી લહેર શાંત થતાં રાજ્ય સરકારે ધોરણ 9, 10 અને 11ની શાળાઓ શરુ કરવાનો નિર્ણય કર્યો હતો.

    છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટ્યું છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા આજથી શાળાઓ ફરીથી શરુ કરવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગની સુચના મુજબ કોરોના ગાઈડલાઈના પાલન સાથે ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓ આજથી શાળાઓમાં જઈને શિક્ષણ મેળવી શકશે. 

    વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે શિક્ષણ વિભાગે કોરોના ગાઈડલાઈન જાહેર કરી હતી જે મુજબ વર્ગોમાં 50 ટકા હાજરી સાથે વિદ્યાર્થીઓને બોલાવાના રહેશે. શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓએ વાલીઓની લેખિત મંજૂરી મેળવવી જરુરી રહેશે. સરકાર દ્વારા જાહેર કરાયેલ કોરોના એસઓપીનું પાલન ફરજીયાત રહેશે. શાળામાં અભ્યાસ દરમ્યાન માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરુરી રહેશે.

    આ પહેલાં ધોરણ 12 અને કોલેજ કક્ષાના વર્ગો શરુ કરવાની મંજૂરી શિક્ષણ વિભાગે આપ્યા બાદ 15 જુલાઈથી ધોરણ 12 અને કોલેજ કક્ષાના વર્ગો શરુ થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply