Skip to main content
Settings Settings for Dark

વડોદરા પોલીસ તાલીમ શાળા લાલબાગ ખાતે ઘોડિયાઘરનું ઉદ્ઘાટન કરાયું

Live TV

X
  • ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા તેમજ તેમના પત્ની શીતુ આશિષ ભાટિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

    વડોદરા પોલીસ તાલીમ શાળા લાલબાગ ખાતે ગઇકાલે ઘોડિયાઘરનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા તેમજ તેમના પત્ની શીતુ આશિષ ભાટિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

    આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, પોલીસ પરિવારમાં ફરજ બજાવતા મહિલા જવાનોને તકલીફ ન પડે તે હેતુસર પોલીસ વિભાગ સતત કાર્યરત છે અને તે માટે વડોદરા તાલીમ શાળા ખાતે તાલીમાર્થી મહિલાઓના બાળકો માટે ઘોડિયાધર કાર્યરત કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અન્ય જગ્યાઓ પર પણ ધોડીયાધર તેમજ પોલીસ સ્ટેશનોમાં Child Friendly Corner બનાવાની દિશામાં પોલીસ વિભાગ પ્રયાસ કરી રહ્યું છે.

    આ પ્રસંગે વડોદરા પોલીસ કમિશનર ડૉ. શમશેર સિંઘ, વડોદરા જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈ ,પોલીસ મહાનિર્દેશક તાલીમ વિકાસ સહાય તેમજ વડોદરા પોલીસ તાલીમ શાળાના આચાર્ય M.S ભભોર સહિતના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply