Skip to main content
Settings Settings for Dark

આજથી વિધાનસભા સત્રનો પ્રારંભ

Live TV

X
  • એક મહિના સુધી ચાલનારા વિધાનસભા સત્રની બેઠકનો આજથી પ્રારંભ થશે. સત્ર દરમિયાન કામકાજના કુલ 22 દિવસ અને એકંદરે ગૃહની મળશે 25 બેઠકો.

    એક મહિના સુધી ચાલનારા વિધાનસભા સત્રની બેઠકનો આજથી પ્રારંભ થશે. સત્ર દરમિયાન કામકાજના કુલ 22 દિવસ અને એકંદરે ગૃહની મળશે 25 બેઠકો. રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવની ચર્ચા તેમજ જુદા જુદા વિભાગની માંગણીઓ પર વિભાગવાર ચર્ચા અને મતદાન ધરાશે હાથ.બજેટને લઈ નીતિન પટેલે કહ્યું, પ્રજાલક્ષી અને પ્રત્યેક નાગરિક માટે સંતોષજનક હશે અંદાજપત્ર . મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું ,લોકોના સ્થાયી અને સર્વાંગી વિકાસ એ આ બજેટનો આધાર.

    નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલ આજે વિધાનસભા ગૃહમાં રાજ્યનું વર્ષ 2020-2021નું અંદાજપત્ર રજુ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું ,કે ટકાઉ અને સર્વાંગી વિકાસ તે આ બજેટનો આધાર રહેશે. બજેટ બાબતે, રાજ્ય સરકાર નાગરિકોના વિશ્વાસમાં ખરી ઉતરશે અને આ બજેટ પ્રજાલક્ષી બજેટ હશે તેમ નાણામંત્રી નીતિન પટેલે અમદાવાદ ખાતે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે બજેટ રાજ્યના પ્રત્યેક નાગરિક માટે સંતોષજનક તેમજ કૃષિ અને ગ્રામિણ વિસ્તારના વિકાસલક્ષી હશે. સાથે સાથે સમાજના પ્રત્યે વર્ગના સર્વાંગી વિકાસ માટેનું આ બજેટ બની રહેશે.

    આજે ગુજરાત સરકારનું વર્ષ 2020-21નું બજેટ રજૂ થવાનું છે, ત્યારે રાજ્યનો માછીમાર વર્ગ અનેક આશા-અપેક્ષાઓ રાખીને બેઠો છે. રાજ્યમાં બીજા નંબરના સૌથી મોટા ઓખા બંદરના માછીમારોને આશા છે કે, તેમની અપેક્ષાઓ પુરી થશે. ઓખા બંદર પર તમામ જેટીઓ પ્રાઈવેટ છે. અહીં 2800 જેટલી ફિશિંગ બોટની અવર જવરને કારણે સરકારી જેટીની માગ અહીંના માછીમારો કરી રહ્યા છે. ઓખા બંદરને લીધે 40 હજારથી વધારે પરિવારોનું ગુજરાન ચાલે છે.તેમને વધુ સુવિધા મળે તેવી તેમની માગ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply