આજથી શરૂ થનારી સ્થાનિક વિમાન સેવામાં યાત્રીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું, ગ્લોવ્ઝ પહેરવા અને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી જરુરી
Live TV
-
2 મહિના પછી આજે સવારે સ્થાનિક ઉડાનો શરૂ થઇ ચુકી છે. આંધ્રપ્રદેશમાં 26 મે અને પશ્ચિમ બંગાળમાં 28 મેથી ઉડાનોની શરૂઆત થશે. આજે સવારે દિલ્હીથી પહેલી ફ્લાઇટે , પુણે માટે ઉડાન ભરી હતી. કોવિડ -19 સંક્રમણ કાળમાં વિમાની સફરમાં પણ , મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એરપોર્ટ પર કોરોના સંક્રમણને રોકવા ખાસ પગલાં લેવામાં આવેલા છે. એરપોર્ટ પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઇ રહ્યું હતું. પ્રવાસી માટે એરપોર્ટ પર અને ફ્લાઇટમાં પણ માસ્ક ધારણ કરવું ફરજીયાત છે. પ્રવાસીઓ માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પણ ફરજીયાત છે. આરોગ્ય સેતુ એપ ગ્રીન સિગ્નલ બતાવે , તો જ પ્રવાસી ઉડાન ભરી શકે છે. એરપોર્ટ પર પ્રવાસીની બેગનું ભૌતિક check-in નહીં , પણ web check-in થઇ રહ્યું છે. થર્મલ ચેકિંગ પછી જ પ્રવાસીને ફ્લાઇટમાં દાખલ થવા દેવામાં આવે છે. સેનેટાઇઝરનો પણ વ્યાપક પણે ઉપયોગ થઇ રહ્યો છે. ટચ ફ્રી સેનિટાઇઝરનો ઉપયોગ થઇ રહ્યો છે. પ્રવાસીઓને બોર્ડિંગ પાસ પણ જાતે જ પ્રિન્ટ કરવાનો રહે છે. એક બેગ ,અને એક હેન્ડ બેગ ,એમ 2 વસ્તુને જ મંજૂરી આપવામાં આવી છે. પ્રવાસીઓને ફ્લાઇટમાં ભોજન કે પેપર પણ પૂરૂ પાડવામાં નહીં આવે. પ્રવાસીઓ જે રાજ્ય માટે સફર કરી રહ્યા હોય તે રાજ્યના ક્વોરેન્ટાઇન નિયમોની જાણકારી મેળવીને , તેનું પાલન પણ કરવું પડશે. દરેક રાજ્ય ક્વોરેન્ટાઇનના અલગ અલગ નિયમો ધરાવે છે.
