મહેસાણા: NDRF ટીમની મદદથી પોલીસે નર્મદા કેનાલમાં ફેંકી દેવાયેલ દારૂનો જથ્થો ઝડપી લીધો
Live TV
-
મહેસાણામાં કડી વિસ્તારમાં પોલીસ મથકમાં રહેલા દારૂનો મુદ્દામાલ સગેવગે કર્યો હોવાની બાતમી મળતાં રેન્જ I,G મયંકસિંહ ચાવડા દ્વારા ખાસ ટીમ બનાવી ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને તપાસ સોંપવામાં આવી હતી.
ત્રણ દિવસ ચાલેલી તપાસ દરમિયાન મહેસાણા જિલ્લામાં પ્રથમવાર NDRF ટીમની મદદથી પોલીસે કડીમાં નરસિંહપુરા નજીકથી નર્મદા કેનાલમાંથી 20 ફૂટ જેટલાં ઉંડા પાણીમાં ફેંકી દેવાયેલી 132 દારૂની બોટલો શોધી કાઢી હતી.
સમગ્ર ઘટનામાં મહત્વનો પુરાવો મેળવ્યો છે. આ સમગ્ર ઘટનામાં કડી પોલીસ મથકના પોલીસ સ્ટાફને શંકાના દાયરામાં રાખવામાં આવ્યો છે અને 7 પોલીસ કર્મી અને 2 GRDના જવાનો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
