ગુજરાતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો, સુરતમાં 21, સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટમાં 2 કેસ આવ્યા સામે
Live TV
-
ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો. સુરતમાં એક સાથે 21 કેસ, સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટમાં 2, જ્યારે મહિસાગરમાં 3 તેમજ પંચમહાલ અને ખેડામાં 1-1 કેસ - મુંબઇથી નવસારી આવેલા 90 વર્ષીય મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝીટીવ.
સુરતમાં કોરોના વાયરસના વધુ 21 પોઝિટિવ કેસો સામે આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે. જ્યારે "નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના કેસ વધી રહ્યાં છે. નવસારી શહેરમાં મુંબઈથી આવેલ એક 90 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તો શહેરનાં સ્ટેશન નવસા વિસ્તારોને કન્ટેઈનમેન્ટ કરવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં કુલ 16 જેટલા કોરોના પોઝેટીવ કેસો નોંધાયા છે જેમાંથી ૮ દર્દીઓએ કોરોનાને આપી માત છે અને હાલ 8 કેસ એક્ટીવ છે. રાજકોટમાં કોરોના વાયરસના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો ભાવનગરમાં કોરોના વાયરસના વધુ 2 પોઝિટિવ કેસો સામે આવ્યા છે.
