આજીના પાણી મળશે રાજકોટ જિલ્લાના 8 ગામોને
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટના આજી- 2 ડેમમાંથી 70 MCFT પાણી નદીમાં છોડવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ જિલ્લાના 8 ગામોને પ્રત્યક્ષ કે પરોક્ષ સિંચાઇ, ઘાસચારા અને પશુધન નિભાવ તેમજ પશુ પક્ષી ના પીવાના ઉપયોગ માટે આ પાણી મળશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટના આજી- 2 ડેમમાંથી 70 MCFT પાણી નદીમાં છોડવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ જિલ્લાના 8 ગામોને પ્રત્યક્ષ કે પરોક્ષ સિંચાઇ, ઘાસચારા અને પશુધન નિભાવ તેમજ પશુ પક્ષી ના પીવાના ઉપયોગ માટે આ પાણી મળશે. તેમના આ સંવેદનશીલ અભિગમને પરિણામે આજી 2 ડેમ ના નીચાણ વાસમાં આવેલા 8 ગામો અડબાલકા, ગઢડા, બાઘી, નારણકા, ખંઢેરી, ઉકરડા, દહીંસરડા, કોઠારીયાના અંદાજે 2000 એકર વિસ્તારને લાભ થશે. રાજકોટમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદ ન આવતા ખેડૂતોને કપાસ, મગફળી સહિતના પાક સૂકાઈ જાય તેનો ડર સેવી રહ્યા છે ત્યારે મુખ્મંત્રીના આ મહત્ત્વના નિર્ણયને લીધે તેમને રાહત મળશે.
