આજે જાહેર કરેલાં બજેટમાં ગુજરાત માટે કરી મોટી જાહેરાત
Live TV
-
આજે નાણામંત્રીએ વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યું. કોરોના કાળમાં રજૂ કરાયેલાં આ બજેટમાં ગુજરાત માટે ખાસ ખુબખબરી છે. નાણામંત્રીએ બજેટ જાહેર કરતા કરી છે કે, ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે નવું ફિનટેક પાર્ક બનાવવામાં આવશે. જેના કારાણે અંદાજે 1.5 લાખ કરતા વધારે લોકોને નોકરીની તક મળશે.
ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ) એ ભારતનું સર્વપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર છે. ગિફ્ટની સંરચના પાછળનો મુખ્ય હેતુ IFSC, મલ્ટિ-સર્વિસીઝ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન તથા એક્સક્લુઝિવ ડોમેસ્ટિક ઝોનની કામગીરી માટે પરિદૃશ્યની રચનાનું છે. ફિનટેક ઉદ્યોગ માટે ડેડિકેટેડ સ્ટાટઅપ ફંડની રચના કરવામાં આવશે. ગિફ્ટ સિટીના ફિનટેક હબ દ્વારા સ્થાનિક સ્તરે રોજગારનું સર્જન કરવામાં આવશે. તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા દીર્ઘકાલીન પ્રોજેક્ટ માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવા રૂ. 27 હજાર કરોડની મૂડી ધરાવતા DFIની રચના કરાશે.
શું છે ફિનટેક પાર્ક?
આ પાર્ક ગાંધીનગર સ્થિત ગુજરાત આંતરરાષ્ટ્રીય ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં સ્થપાશે. ફિનટેક ક્ષેત્રે તાજેતરના વર્ષોમાં બહું મોટી વૃદ્ધિ થઇ છે. સિંગાપોર આ નવા બજાર માટેનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. આ સમાન ટેકનોલોજી ભારતમાં પણ પ્રવેશી રહી છે ત્યારે ગુજરાત સરકાર તેનો લાભ ઉઠાવવા માગે છે. આ અંગે રાજ્ય સરકાર એક સપર્પિત ફિનટેક પોલિસી બનાવવા જઇ રહી છે, જે ગિફ્ટ સિટી તેમજ આજુબાજુના વિસ્તારોમાં સ્થપાનારી કંપનીઓને અનેક પ્રકારના પ્રોત્સાહન આપશે. ફાયનાન્સિયલ ટેકનોલોજી (ફિનટેક) સેવા ક્ષેત્રમાં નવા રોકાણના પ્રવાહની અપેક્ષાએ ગુજરાત સરકારે નવા ફિનટેક પાર્કની સ્થાપના માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.આ ફિનટેક પાર્ક ગિફ્ટ સિટી ખાતે નવા ક્ષેત્રોમાં પણ પ્રદાન કરશે. ફિનટેક સેક્ટરે તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. સિંગાપોર આ નવા માર્કેટ માટે હબ તરીકે ઉપસી આવ્યું છે અને આ પ્રકારના જ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ભારતમાં જોવા મળી રહ્યા છે.ફિનટેક પાર્ક ઉપરાંત 27 હજાર કરોડના ફંડ સાથે DFIની પણ સ્થાપના
ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા દીર્ઘકાલીન પ્રોજેક્ટ માટે ભંડોળની ઉણપને જોતાં નાણામંત્રીએ ડેવલપમેન્ટ ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશનની (DFI) સ્થાપનાની પણ ઘોષણા કરી છે, જેની પાસે રૂ. 27,000 કરોડની મૂડીનું વૈધાનિક સમર્થન રહેશે. આ DFIનું વ્યાવસાયિક રીતે સંચાલન કરાશે.આ ઉપરાંત સીતારમણે ભારતમાં મર્ચન્ટ શીપ્સને ઉત્તેજન આપવા માટે રૂ. 1624 કરોડનું અલાયદું ફંડ રચવાની જોગવાઈ કરી છે. આ ઉપરાંત ગુજરાતમાં અલંગ શીપબ્રેકિંગ યાર્ડના માધ્યમે શીપ રિસાઈક્લિંગ વર્ક કરવા પર પણ ફોકસ કરાશે. અલંગ એ વિશ્વનો સૌથી મોટો જહાજનો ભંગારવાડો છે જ્યાં દર વર્ષે આશરે 400 જેટલા જહાજો ભંગાવા આવે છે. હવે આ જ અલંગ યાર્ડ ખાતે શીપને રિસાઈકલ કરવાની કામગીરીને પણ વેગવાન બનાવવામાં આવશે.
