આજે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક
Live TV
-
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતાઓ છે. આગામી મહિનાથી રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ને હટાવવા અંગે ચર્ચા થઇ શકે તેમ છે.
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતાઓ છે. આગામી મહિનાથી રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ને હટાવવા અંગે ચર્ચા થઇ શકે તેમ છે. તો ધોરણ 9 અને 11 ના વર્ગો પણ કોવિડ-19ની ગાઇડ લાઇનની મુજબ કઇ રીતે શરૂ કરવા તે અંગે પણ નિર્ણય લેવાઇ શકે તેમ છે. સાથે સાથે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિનો ઘટાડો હજુ પણ યથાવત રહે અને વેક્સિનેશનની કામગીરી પણ સંતોષ કારક રીતે થાય, તે માટે પણ આયોજન થઇ શકે તેમ છે. બીજી તરફ ચૂંટણી જાહેર થઇ હોવાથી આચાર સંહિતાના કારણે કોઇ અન્ય નિતિ વિષયક નિર્ણય લેવામાં નહી આવે.
