કેબિનેટ બેઠકનો નિર્ણયઃ પહેલી ફેબ્રુઆરીથી ધો. 9 અને 11નું શાળાકીય કાર્ય શરૂ થશે
Live TV
-
આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં ધોરણ 9 અને 11નું શાળાકીય કાર્ય શરૂ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે એક ફેબ્રુઆરીના રોજથી ધોરણ નવ તેમજ ધોરણ અગિયાર માટેનું શાળાકીય કાર્ય શરૂ કરવામાં આવશે. તેમજ ટ્યૂશન કલાસીસ શરૂ કરવાની પણ પરવાનગી આપવામાં આવી છે. જો કે આ તમામ સ્થાનો પર એસઓપીની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. તેમણે ઉમેર્યું હતું કે હોસ્ટેલ શરૂ કરવી કે નહીં તે અંગેનો નિર્ણય કેટલીક ચકાસણીઓ બાદ કરવામાં આવશે.
