Skip to main content
Settings Settings for Dark

આજે મોઢેરાના સૂર્ય મંદિર ખાતે નૃત્ય અને સંગીત સાથે ઉજવાશે ઉત્તરાર્ધ મહોત્સવ

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયરૂપાણી આજે મોઢેરાના સૂર્ય મંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનું ગાંધીનગરથી વર્ચ્યુઅલી ઉદ્દઘાટન કરશે. ઉત્તરાર્ધ મહોત્સવને દૂરદર્શન ગીરનાર તેમજ તેની યૂટ્યૂબ ચેનલ પર ઘરે બેઠા જ માણી શકાશે.

    આજે સૂર્ય મંદિર મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાનારા આ એક દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સાંજે 6.30 કલાકે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કરશે. આજે આ મહોત્સવ દરમ્યાન સૂર્યમંદિર સહિત સમગ્ર પરિસર રંગબેરંગી રોશની અને દિવાથી ઝળહળી ઊઠશે. મહોત્સવમાં નૃત્ય અને સંગીતનો સંગમ જોવા મળશે. શાસ્ત્રીય નૃત્યના પ્રતિભાવંત કલાકારો તેમની કલાનું પ્રદર્શન અને નૃત્યો રજૂ કરશે. કોરોનને  ધ્યાને લઇ સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ કાર્યક્રમમાં જાહેર જનતા ભાગ નહીં લઇ શકે. આજના આ પ્રસંગમાં માત્ર 200 આમંત્રિત મહેમાનો જ ભાગ લઇ શકશે. સાથે જ જાહેર જનતા ઘરે બેઠા આ પ્રસંગ માણી શકે તે માટે દૂરદર્શન તેમજ યુ ટ્યુબ પર લાઇવ પ્રસારણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply