Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથ: ઉનાના ચિખલી ગામે બર્ડ ફલૂ સેમ્પલનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

Live TV

X
  • ગીર સોમનાથના ઉનાના ચિખલી ગામે બર્ડ ફલૂ સેમ્પલનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. 13 દિવસ પહેલા 18 મરઘીઓ મૃત હાલતમાં મળી હતી. જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું - ચિખલી ગામની 1 કિલોમીટરની ત્રિજ્યામાં કરાશે કિલીંગની કામગારી

    હાલ સમગ્ર દેશમાં બર્ડ ફ્લુની દહેશત ચારે કોર ફેલાયેલી છે ત્યારે આજે ગીર-સોમનાથ જિલ્લાનાં ઉનાના ચિખલી ગામે મરઘીઓના શંકાસ્પદ મોતના મામલે ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.  13 દિવસ પહેલા 18 જેટલી મરઘીઓ મૃત હાલતમાં મળી આવી હતી. આ મૃત મરઘીઓના સેમ્પલ પરિક્ષણ માટે ભોપાલ મોકલવામાં આવ્યા હતા. આ સમ્પલનો આજે રિપોર્ટ આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આવેલા રિપોર્ટના રિઝલ્ટ આવ્યા તો તમામ મરઘીઓના મોત બર્ડ ફ્લુ પોઝિટિવ આવતા હોવાનું જાણવા મળ્યું છે. આ પગલે ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને ઉનાના ચિખલી ગામની આસપાસ એક કિલોમીટરની ત્રિજ્યામાં કિલિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સાથે પશુપાલન વિભાગના અધિકારીઓની ટીમ તેમજ અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આસપાસના ગામોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply