Skip to main content
Settings Settings for Dark

આજે શાળાઓ ખુલીઃ વિદ્યાર્થીઓને પાણીની બોટલ અને નાસ્તો એકબીજા સાથે શેર ન કરવા ખાસ સુચના

Live TV

X
  • કોરોના લોકડાઉનના કારણે માર્ચ મહિનામાં બંધ થયેલી શાળાઓ આજે ખુલી છે. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે શરુ થયેલ શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારવા માટે રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો વિવિધ શાળાઓએ પહોંચ્યા હતા.

    ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની કલોલ કેળવણી મંડળ દ્વારા સંચાલિત વખારીયા હાઈસ્કૂલ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. તો રાજકોટમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુએ વિદ્યાર્થીઓને આજે માસ્ક અને સેનીટાઇઝર આપી આવકાર્યા હતા. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ વિદ્યાર્થીઓને આવકારવા અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની અર્પણ ઈન્ટરનેશનલ સ્કુલ પર હાજર રહ્યા હતા.

    સાણંદ ખાતે આવેલી સી. કે. પટેલ હાઇસ્કુલમાં રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને આવકારવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે સવારથી જ ધોરણ-10 અને ધો.12ના લગભગ 85 ઉપરાંત વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે વિભાવરીબેન દવેએ વિદ્યાર્થીઓને હાથ કેવી રીતે સેનેટાઈઝ કરવા તેની જાણકારી આપી હતી. સાથે જ વિદ્યાર્થીઓને પાણીની બોટલ અને નાસ્તો એકબીજા સાથે શેર ન કરવા ખાસ સુચના આપવામાં આવી હતી. શાળાના શિક્ષકોને પણ વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું ખાસ ધ્યાન રાખવા તેમણે કડક સુચના આપી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply