Skip to main content
Settings Settings for Dark

CM: કોરાના કાળમાં ગુજરાતે વિકાસની ગતિને અવિરત રાખી છે.

Live TV

X
  • મુખ્યમંત્રીએ છોટાઉદેપુરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છોટા ઉદેપુર ખાતે જણાવ્યું હતું કે  કોરાના કાળમાં ગુજરાતે વિકાસની ગતિને અવિરત રાખી છે.  અને સતત રાજયના વિકાસકાર્યોને ગતિ આપી છે. મુખ્યમંત્રીએ છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોની સુવિધા માટે  રૂ. ૬૧૩.૧૯ કરોડના વિકાસ કામોનું  લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂ. ૬૦૧.૮૮ કરોડના વિકાસ કામોનો પણ આ વિકાસ કામોમાં સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આ તકે બોલતા જણાવ્યું હતું કે  ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવું છે. રાજ્યમાં વીજગ્રિડ અને ગેસની ગ્રિડની જેમ જ પાણી વિતરણ માટે એક લાખ કિલોમિટર લાંબી પાઇપ લાઇનની વોટર ગ્રિડ ઉભી કરી છેવાડાના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવું છે. જિલ્લાના આદિવાસી તેમજ અંતરિયાળ વિસ્તારોમાં તમામ સુવિધા ઉપલબ્ધ થાય અને ખાસ કરીને ગ્રામજનોને પાણી માટે હેરાન ન  થવું પડે તે માટે  મુખ્યમંત્રીએ ફરીથી નલ સે જલના સંકલ્પને  દ્રઢ કરવાની વાત પણ જણાવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply