Skip to main content
Settings Settings for Dark

16મીથી રસીકરણ: આવતીકાલે ગુજરાતમાં રસીની એન્ટ્રી

Live TV

X
  • દેશભરમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. રસીકરણને લઇને ગુજરાત સરકાર અને તંત્ર સજ્જ છે, ત્યારે આવતીકાલે કોરોના રસીની ગુજરાતમાં એન્ટ્રી થશે. આવતીકાલે કોરોના રસીનો પ્રથમ જથ્થો અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સ્ટોરેજ ખાતે આ રસીના જથ્થાને લઈ જવામાં આવશે. કોરોનાની રસીને ગાંધીનગર લઈ જવા માટે ગ્રીન કોરિડોર કરવામાં આવશે. એરપોર્ટથી ગાંધીનગરના સમગ્ર રૂટ પર પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવશે. DCP, ACP, PI, PSI સહિતના પોલીસકર્મીઓ અને અધિકારીઓ આખા રૂટ પર તૈનાત રહેશે. ગાંધીનગરમાં સ્ટોરેજ રૂમ પર પણ રાઉન્ડ ધ ક્લોક પોલીસ-બંદોબસ્ત રહેશે. ગાંધીનગરમાં તૈયાર કરવામાં આવેલા સ્ટોરેજ સેન્ટર ખાતેથી રાજ્યમાં નક્કી કરવામાં આવેલા રસીકરણ કેન્દ્રો પર વેક્સિન પહોંચાડવામાં આવશે. અમદાવાદ એરપોર્ટથી વેક્સિનને સીધી જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે...મહત્વનું છે કે, પ્રથમ તબક્કામાં કોરોના યોદ્ધાઓને કોરોના રસી આપવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply