Skip to main content
Settings Settings for Dark

આજે સાંજે દૂરદર્શન, અમદાવાદ દ્વારા IPL- 2018 રોડ શોનું આયોજન

Live TV

X
  • શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા ટ્રાન્સક્યુબ મોલ ખાતે સાંજે છ વાગ્યાથી રોડ શો નો પ્રારંભ કરાશે.

    અમદાવાદ દુરદર્શન કેન્દ્ર દ્વારા તારીખ 7મી, મે 2018ના રોજ સાંજે છ વાગ્યે IPL- 2018 રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા ટ્રાન્સક્યુબ મોલ ખાતે સાંજે છ વાગ્યાથી રોડ શો નો પ્રારંભ કરાશે.

    આ રોડ શૉ નું જીવંત પ્રસારણ ડીડી સ્પોર્ટસ ચેનલ પર પણ કરવામાં આવશે. કાર્યક્રમ દરમ્યાન, પ્રેક્ષકોને DTT ડોંગલ અને DTH સેટ ટોપ બોક્ષની સિસ્ટમ અંગે માહિતી અપાશે. તેમજ સાચા જવાબો આપનારા પ્રેક્ષકોને DTT ડોંગલ અને DTH સેટ ટોપ બોક્ષ ઈનામના રૂપમાં અપાશે.

    ઉપરાંત પ્રેક્ષકોના મનોરંજન માટે મેઘધનુષ ગૃપનાં ગીતો, મ્યુઝીક અને સિદ્દી ધમાલ નૃત્ય રજૂ કરાશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન, દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદના ઉચ્ચ અધિકારીઓ, કમલેન્દ્ર સરભઇ, પી.ટી.અપ્પુકુટ્ટન અને રૂપા મહેતાના નિર્દેશન હેઠળ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply