Skip to main content
Settings Settings for Dark

વિશ્વામિત્રી નદીના ઘાટની સફાઈ કરી ચિત્રો દોરવામાં આવ્યા

Live TV

X
  • સ્વચ્છ ભારત અભિયાન થકી તેમણે આ સ્વચ્છતા કરવાનો આગ્રહ રાખ્યો હતો.

    વડોદરા શહેર જે વિશ્વામિત્રી નદીના કિનારે વસ્યું છે તેની સુંદરતા જળવાઈ રહે તે માટે નેચરવૉક ગ્રુપ દ્વારા તેના એક કાંઠે સાફસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત અભિયાન થકી તેમણે આ સ્વચ્છતા કરવાનો આગ્રહ રાખ્યો હતો.

    ઉપરાંત નદી બચાવો અભિયાન હાથ ધરી વિશ્વામિત્રીના ઘાટ પર ૩ વર્ષ થી ૧૫ વર્ષ સુધીના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો સાથે મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા.

    બાળકોએ વિશ્વામિત્રી નદી કેવી હોવી જોઈએ તેની કલ્પનાને પોતાના ચિત્રમાં કંડારી હતી અને તમામ લોકોએ સ્વચ્છ વિશ્વામિત્રી બનાવવા સંકલ્પ લઈ સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લીધો હતો. આ અભિયાન હેઠળ નદીના કાંઠાની દિવાલને રંગવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply