Skip to main content
Settings Settings for Dark

દ્વારકાઃ 672 તેજસ્વી વિદ્યાર્થીઓ અને 108ના કર્મચારીઓનું કરાયું સન્માન

Live TV

X
  • દેવભૂમિ જિલ્લાના ઇતિહાસમાં આટલી મોટી સંખ્યામાં તેજસ્વી બાળકોનું સન્માન કરવાનો આ કાર્યક્રમ પ્રથમ વાર જ યોજાયો હતો.

    દેવભૂમિ દ્વારકાના ભાવિ સમાન એવા દ્વારકા પંથકના કેજી થી ધોરણ આઠ સુધીના તેજસ્વી બાળકો તથા ફાયર અને 108ના કર્મચારીઓના સન્માનનો કાર્યક્રમ દ્વારકાના રિદ્ધિ સિદ્ધિ યુવા ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો હતો.

    દ્વારકાનું ભવિષ્ય એવા નાના નાના ભૂલકાઓ તથા દ્વારકામાં આવશ્યક સેવા તળે આવતા 108 ઈમર્જન્સી સેવા તથા જિલ્લામાં સર્વોત્તમ ગણાતી એવી ફાયર વિભાગની ટીમનું સન્માન કરી શિલ્ડ વિતરણ કરાયું હતું અને તેની સાથે ગિફ્ટ આપી સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. 675 જેટલા બાળકોનું દ્વારકાના સાધુ સંતો તથા ધારાસભ્ય પબુભા માણેક અને રાજકીય અગ્રણીઓ તથા tcsrd ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

    દેવભૂમિ જિલ્લાના ઇતિહાસમાં આટલી મોટી સંખ્યામાં તેજસ્વી બાળકોનું સન્માન કરવાનો આ કાર્યક્રમ પ્રથમ વાર જ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી હતી અને શિક્ષણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે રિદ્ધિ સિદ્ધિ યુવા ગ્રુપ દ્વારા અવાર નવાર ધાર્મિક અને રક્તદાન કેમ્પ તથા શિક્ષણના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply