ચિંકારાનો શિકાર કરી શિકારીઓ ફરાર, વનવિભાગ અને શિકારીઓ આમને-સામને
Live TV
-
ખાંભા તાલુકાના તુલસીશ્યામ રેન્જના ભાડ ઇગોરાળા રેવન્યુ વિસ્તારમાં ગત રાત્રે ચિંકારાના શિકારની ઘટના બની હતી, જેમાં શિકારીઓએ ચિંકારા પર ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા
મળતી માહિતી પ્રમાણે તુલસીશ્યામ રેન્જ ના ભાડ ઈંગોરલાના રેવન્યુ વિસ્તારમાં ગત રાત્રીએ 1 વાગ્યાની આસપાસ ભાડના એક ખેતરમાં શિકારીઓ આંટાફેરા કરતા હોવાની વનવિભાગને બાતમી મળી હતી. બાતમી ના આધારે વનવિભાગ દ્વારા આ આરોપી ને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. શિકારીઓને ઝડપી પાડવા માટે વનવિભાગના 40 થી 50 કર્મચારીઓ ઑપરેશનમાં જોડાયા હતા. આ સમગ્ર ઑપરેશનમાં વનવિભાગના કર્મચારીઓ અને શિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, અને શિકારીઓએ ફાયરિંગ પણ કર્યું હતું. શિકારીઓના ફાયરિંગની જવાબી કાર્યવાહીમાં સાવરકુંડલાના રેન્જના આર.એફ.ઓ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જો કે શિકારીઓ ચિંકારાનો શિકાર કરી ફરાર થઇ જવામાં સફળ થયા હતા. આ સમગ્ર મામલે સંડોલાયેલા શિકારીઓને ઝડપી પાડવા વનવિભાગે કવાયત હાથ ધરી છે.
